કિંમત
કેટલાયે દિવસોથી મારા drawingroom ની બારીમાં મારી
પ્રિય ખિસકોલી ડોકાતી નહોતી.સવારે ઉઠી હું બેબાકળી થઇ તેની રાહ જોઉં અને રાત પડે નિરાશ થઇ એને સ્વપ્નમાં જોઉં.બહાર દેખાતા પ્રત્યેક વૃક્ષ નાં લીલાં રંગને તેના પત્યેક શેડને હવે મારી આંખો ઓળખી ચૂકી હતી. આંગણામાં આવતા દરેકે દરેક પક્ષીની ખાસિયત મને સમજાઇ ગઇ હતી.AC નાં મશીનમાંથી ટપકતાં પાણીનું ટીપું અને ઝાકળનાં ટીપાં વચ્ચેની શુધ્ધતાની TDS Value નો ફરક પણ મેં માપી લીધો.કારનાં હોર્ન નાં ડેસિબલ,મારા ઇયરફોનનાં ડેસિબલ અને ટ્રેનનાં અવાજ નાં ડેસિબલ નાં પ્રમાણની ગણતરી પણ મેં કરી લીધી. ૭.૫ દિવસ,૧૯ દિવસકે ૨૧ દિવસનાં પ્રત્યેક પડાવને મેં આવકાર્યો, સ્વીકાર્યો અને કયારેક માણ્યો પણ. દરેક ક્ષણ ની કિંમત સમજી અને ચૂકવી પણ. પરંતુ હવે મને મારી બારીમાંથી ડોકાતી ખિસકોલી જોવી છે.
ખિસકોલી અટલે મારું રુટિન. મારા ઓફિસ અવર્સ, મારા ટાર્ગેટ્સ, મારી સ્પર્ધા અને એમાં રોજ થોડું આવતું નાવિન્ય.
વિતેલા દિવસોમાંથી શીખેલા પાઠોની કિંમત અને તેના સાર સાથે ગુમાવેલું બધું જ મને જોઇએ છે.
મનીષા
#કિંમત