કિંમત તું શું આંકીશ મારા પ્રેમની
એ અણમોલ છે એ અમૂલ્ય છે
મારા વિનાની ચુપકીદી સાલસે તને
એ દિવસ મારી કિંમત સમજાશે તને
સદાય સિક્કામા તોળતા રહ્યા
પ્રેમની કિંમત પૈસામા આંકતા રહ્યા
એકાંતમાં આત્મા પોકારશે તને
એ દિવસ મારી કિંમત સમજાશે તને
મે સદાય અમાપ અખુટ આપ્યો
પણ તે સદાય તોલી તોલી આપ્યો
જા દિલથી માફ કરી તને
ખાલીપો જે દી મારશે તને
મારા પ્રેમની કિંમત સમજાશે તને......
#કિંમત