#કિંમત #
સાગર કિનારે બાળકો એ બનાવેલ રેતીના ઘર ની કિંમત તમે શું જાણો?
ઓળખ વગર મળેલા સિ્મત ની કિંમત તમે શું જાણો ?
ઉંડા સાગર માં રહેલા સાચા મોતી કિંમત તમે શું જાણો ?
માણસ માં રહેલ લાગણી - પેમ ની કિંમત તમે શું જાણો ?
દુઃખ માં રહેલ વ્યક્તિ ના આંસુ ની કિંમત તમે શું જાણો ?
કિંમત તેની કરાય જે વેચાય છે .
બાકી અજાણતા મળતાં સિ્મત ,આંસુ, લાગણી , સ્નેહ, વિશ્ર્વાસ ની
કિંમત કેટલી !
અરે તે તો અમુલ્ય છે . છતાં ય કિંમતી છે ..#