Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શાસ્ત્રો પ્રમાણે પરમાત્માએ આપણે મનુષ્ય જીવન ધર્મ અને પુષ્ય અર્જિત કરવા માટે પ્રદાન કર્યું છે. ધર્મના માર્ગ ઉપર ચાલીને જીવન યાપન કરો અને અંતે મોક્ષ પ્રાપ્તિ થાય, એ જ માનવ જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય બતાવ્યો છે. આ સંબંધમાં આચાર્ય ચાણક્ય કહે છે કે...

यावत्स्वसथो ह्ययं देहो यावन्मृत्युश्च दूरत:।

तावदात्महितं कुर्यात् प्राणान्ते किं करिष्यति।।

આ સંસ્કૃત શ્લોકનો અર્થ છે કે જ્યાં સુધી આપણુ શરીર સ્વસ્થ છે જ્યાં સુધી આપણે જીવિત છીએ ત્યાં સુધી પુણ્ય કર્મ કરી લેવું જોઈએ. કારણ કે અંત સમયે આપણે કંઈ જ નથી કરી શકતા.

આચાર્ય ચાણક્ય કહે છે કે પરમાત્માએ આપણે પુષ્ય કર્મ કરીને મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ મનુષ્ય જીવન પ્રદાન કર્યું છે. આથી જ્યાં સુધી આપણા શરીરમાં પ્રાણ છે, શક્તિ છે કે તાકાત છે ત્યાં સુધી આપણે ધાર્મિક કાર્ય કરવા જોઈએ. સામાન્ય વ્યક્તિઓ એવું વિચારતા હોય છે કે વૃદ્ધાવસ્થામાં તેઓ ધાર્મિક કાર્ય કરશે અને આખુ જીવન ધર્મ તરફ ધ્યાન નથી આપતા. એવામાં જ્યારે અંત આવે છે તો તે વ્યક્તિ કંઈ પણ કરવા માટે અક્ષમ હોય છે. આને લીધે આપણે પુષ્ય કર્મ ત્યારે જ કરવું જોઈએ જ્યારે આપણા શરીરમાં શક્તિ બની રહે.

જ્યારે શરીર રોગોથી પીડિત થઈ જાય છે અને ઊર્જા સમાપ્ત થઈ જાય છે ત્યારે આપણે એવા કાર્ય નથી કરી શકતા જેનાથી આપણુ આત્મકલ્યાણ થઈ શકે. મૃત્યુ પછી આપણુ શરીર માત્ર માટીનું પૂતળુ બનીને રહી જાય છે. આથી પુષ્ય કર્મ સ્વસ્થ્ય શરીરથી જ કરી શકાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111410231
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now