#કિંમત
કિંમત દરેક વ્યક્તિ કે વસ્તુ ની હોય છે. પણ તેને સમજતા વાર લાગે છે. સામે થી મળી આવતી વસ્તુ કે વ્યક્તિ ની કિંમત આપણ ને નથી હોતી કે નથી કોઈ ને સમજાતી કે નથી કોઈ તેની કદર કરતું. જો મેહનત નથી મળી હસે તે વસ્તુ કે વ્યક્તિ તો તેની કિંમત દરેક માણસ ને સમજાય છે.
એક ગામડાં ની અંદર પાણી નથી આવતું અને પાણી માટે મોટી લાંબી કતાર માં તડકે ઊભા રહીને પાણી ભરી ને લાવે છે. કોઇક વાર લાંબી લાઈન માં ઊભા રેહવા છતાં પાણી નથી મળતું હોતું. અમને ખબર હોય છે પાણી ની કિંમત.
બીજી બાજુ શહેરો માં બેફામ પાણી નો ઉપયોગ થાય છે. અમને નહીં સમજાય પાણી ની કિંમત.