જેમ નદી દરિયાને મળવા બાવરીશી વહે છે,
તેમ તારા માટેનો પ્રેમ આંસુ બની આંખોથી વહે છે.
ધરતીની આકાશને આંબવાની હોડ જાણું છું;
ચાતકની વરસાદની એક બુંદની તડપ અનુભવું છું.
સૂરજમુખીની સૂર્ય માટેની તડપ સમજી શકું છું;
તારા વિરહમાં પ્રેમનું મહત્વ સમજી ચૂકી છું.
પ્રેમમાં મફત સોદો નથી કર્યો નિમિકાએ;
દિલની સામે દિલની કિંમત ચૂકવી રહી છું.
#કિંમત