#કિંમત
==================================
કોઈ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ ની કિંમત કે મૂલ્ય , ધાર્મિક આર્થિક સામાજિક કે વૈશ્વિક વ્યવહારમાં હોય છે.એની
ગણતરી કરવામાં ના આવે કે અવગણી એ તો એનું અસ્તિત્વ જોખમ માં આવે છે.
કોઈ પરિશ્રમ કે સેવાઓ નું મૂલ્યાંકન પૈસા ના સંદર્ભમાં હોય છે કારણકે તેનાથી વ્યવહારિક સામાજિક નાણાંકીય વ્યવસ્થા ચાલે છે
પરંતુ ભાવનાત્મક રીતે લાગણી ઉદારતા કરુણા ઉપકાર
વગેરે સદભાવના અને સદગુણો નું મૂલ્યાંકન થતું નથી. ત્યારે ત્યાં સન્માન કરવામાં તમારી વિનમ્રતા અને વિવેકપૂર્ણ ચેષ્ટા ઓ જ મૂલ્ય ની પુર્તિ કરે છે. માતા પિતા ગુરુ અને ઈશ્વર ના પ્રેમ અને ત્યાગ નું મૂલ્યાંકન થઈ શકે જ નહીં આપણે સદાય તેમના ઋણી છીએ. તેથી સેવા
સહિષ્ણુતા ત્યાગ અને પ્રેમ દ્વારા તેમના આશીર્વાદ સંપાદન કરી એ એટલું જ કાફી હોય છે
માટે જ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથ દેવો ભવ.
આપણે કોઈ સંત કોઈ અતિથ કે ગરીબ અથવા પશુ પક્ષી ને ભોજન કરાવ્યું તેની કિંમત ના હોય શકે. પરંતુ ભાવનાત્મક રીતે તેમના આશીર્વાદ કે દૂઆ અમૂલ્ય પ્રતિભાવ રૂપે મળે છે તે જોઈ શકાતું નથી. પણ ખરેખર
એ અમૂલ્ય છે.
આમ વ્યવહારમાં સામાજિક આર્થિક ધાર્મિક કે આધ્યાત્મિક સંદર્ભે મૂલ્ય ની પરિભાષા બદલાઈ જાય છે.
પરંતુ ભાવનાત્મક રીતે મૂલ્ય હોવું જોઈએ.તો જ સંસાર ની વ્યવસ્થા સુસંગત રીતે ચાલી શકે.
=====😂😂😂====😂😂😂=====