👉 " હિન્દુ પ્રજાની દુર્બળતાનું એક કારણ એ છે કે તેણે પ્રથમ તો વીરતા-બહાદુરીનું ક્ષેત્ર માત્ર ક્ષત્રિયો સુધી જ સીમિત કરી દીધું. એટલે 6 % ક્ષત્રિયો તો વીર-બહાદુર બન્યા પણ બાકીની 94 % પ્રજા બહાદુર ના થઇ શકી. શસ્ત્ર વિનાની આ મોટા ભાગની પ્રજા શસ્ત્રવિરોધી જીવન જીવતી થઇ ગઇ.
આગળ જતાં ક્ષત્રિયોમાંથી જ એવા લોકો ઉત્પન્ન થયા જેમણે અહિંસાવાદનો પ્રચાર કર્યો. અનુયાયીઓએ તેનો અતિરેક કર્યો.પરિણામે પ્રજા વીરતાથી વધુ ને વધુ દૂર ખસતી ગઇ. એથી વિદેશીઓ કે વિધર્મીઓ મુઠ્ઠીભર હોય તોપણ વિજય મેળવી શક્યા અને સેંકડો વર્ષ સુધી રાજ્ય કરતા રહ્યા.
પ્રશ્ન એ છે કે વર્ણવાદ અને અહિંસાવાદથી પૂરી પ્રજા વીર બની કે નમાલી બની ? જો વીર બની હોત તો ગુલામી જ ન હોત. એટલે કહેવું પડે કે પ્રજા નમાલી બની.
એક તો અસંગઠિત પ્રજા, વળી પાછી વીરતા વિનાની પ્રજા, હવે એ દુર્બળ ન બને તો બીજું શું બને?
વીરતા વિના આક્રમક ન થવાય. આક્રમક શક્તિ વિના આક્રાંતોઓના મલિન ઇરાદાઓ અટકાવી ન શકાય. આ રીતે આપણે મંદિરો, મૂર્તિઓ, સ્ત્રીઓ વગેરેનું રક્ષણ ન કરી શક્યા.
હવે તો જરૂર છે.
" વીરતા પરમો ધર્મ: " ની. "
- સ્વામિ સચ્ચિદાનંદજી.