#કિંમત
તેણે કિંમત પુછી એ ઘરની
જ્યાં અમે રહી રહ્યાં હતાં,
શું કહું તેને હવે જવાબમાં
કે શું કિંમત આપી છે અમે,
મકાનને ઘર બનાવવામાં
જીંદગી આખી આપી છે,
વ્યક્તિને સમજીને, માન આપ્યું
આદર અને લાગણીને રોપી છે
કિંમત આંકડામાં નહી થાય ઘરની
લાગણીની દિવાલ દિલથી મઢી છે
બિંદીયા