#કિંમત
છે ઘણું બધું કિંમતી આ દુનિયામાં પણ જે
અનમોલ છે તેની જ કિંમત આંકે છે લોકો,
આપી ખોબા જેટલું દાન માત્ર ક્યારેક ને
કોઈની ગરીબીને માત્ર દેખાવ ખાતર ઢાંકે છે લોકો,
પાછું આવા ધતિંગ ને દેખાડવા સેલ્ફી લઈને
એ ગરીબની મજબુરીને તાકે છે લોકો,
વાર તહેવારે ભેંટ આપવા નોકરોને
સસ્તું પડે એવું માગે છે લોકો,
સાચો મહીમા તો ગુપ્ત દાનનો છે
પણ આવું દાન કરી ને ય વાહ વાહ બાંટે છે લોકો