લૉકડાઉન બંધ કરો,
કોઈની તપાસ કરશો નહીં.
ફરવા દો બધાને રસ્તા પર.
ખૂબ કામ છે લોકોને!
પણ પછી
ઉપચાર કરશો નહીં મફતમાં,
કરી દો લાખ રૂપિયા દવાના,
બેન્કના હપ્તા ઓછા ના કરો,
ખૂબ કામ છે લોકોને.
પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સાહેબ,
કેમ તમને હોંશ છે TV ઉપર આવી વિંનતી કરવાની,
એમને ક્યાં #કિંમત છે તમારા શબ્દોની.
ખૂબ કામ છે લોકોને.
પેલા ટાટા પ્રેમજીને કહો,
મદદ બંધ કરો,
તમારી ભાવિ પેઢી માટે બચાવી રાખો,
ખૂબ કામ છે લોકોને.
પોલીસભાઈ તમે પણ ઘરે રહી આરામ કરો,
ગિરદી થાય તો થવા દો,
આરામ આપો લાઠીને,
ખૂબ કામ છે લોકોને.
Stay Home - Stay Safe
#કિંમત