મારું તારું મૂકી દે તું તારું કર... !!!.
કોઈ નથી તારું તું તારું કર... !!!.
લાંબી લીટી કરવામાં લાગી જા.
મારું તારું મૂકી દે તું તારું કર... !!!.
નથી કોઈ કને સમય સાચો બકા.
કાંટા ફરિયા કરે તું તારું કર... !!!.
તારું હશે તે મળવાનું ગમે તેમ કરી.
મારું તારું મૂકી દે તું તારું કર... !!!.
સાચી લાગણીની કોઈ કિંમત નથી.
બનાવટી દુનિયામાં તું તારું કર... !!!.
ધુત્કાર કરવા વાળાની કિંમત દુનિયામાં થાય છે.
અઝીઝ મારું તારું મૂકી દે તું તારું કર... !!!.
ભાટી એન અઝીઝ
#કિંમત