*પતિ ઉવાચ*
પત્ની રોજ સાંજે કરતી'તી ફોન.. કે,
કેટલી છે વાર, જુએ છે બંટી તમારી રાહ..
લ્યો... એજ હવે તો જુએ છે રાહ.. કે,
ક્યારે ખૂલશે?? આ કર્ફ્યૂ છે જામ..
મુઠ્ઠીઓ વાળીને દોડ્યા ધંધામાં
કમાયા બહુ નામ..
સંબંધને કમાવવા સમય મળ્યો છે આમ..
છે સર્વત્ર શાંતિ નથી કોઈ શોર બકોર..
મોબાઇલમાં નથી કોઈ ગુંજ..
છે એક જ વિકટ પરિસ્થિતિ..!!
ઘરમાં કેમ કરીને કરવો સમય પસાર..
લડવી છે લડાઈ ભલે હોય ઉચાટ..
કરવો છે સામનો ભલેને હોય કોરોના વાયરસ..
નથી કોઈ ડર.. નથી કોઈ ભય..
રુહાના સંપીને રહીશું.. નથી કોઈ નારાજગી..
એની જ તો કાયમી ફરિયાદનો
કોરોનાએ કર્યો છે ન્યાય..
-આરતીસોની © રુહાના