Gujarati Quote in Blog by Kavita Gandhi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🐥કલરવ કરતી,જીવન જીવતા શીખવી ગઈ,
એક ચકલી મને જીવન જીવતા શીખવી ગઈ🐥

🐥થતું હશે એને પણ દુઃખ જયારે કોઈ માળો તોડે,
પણ હસતી રહી ફરીથી એ તણખલા જોડે,
મુશ્કેલીઓને પડકાર આપતા શીખવી ગઈ,
એક ચકલી મને જીવન જીવતા શીખવી ગઈ🐥

🐥શોધવાને અન્ન, તે આમતેમ ઊડતી,
નાના દેહ ની ક્યારેય ન ફરિયાદ કરતી,
આપ્યું જે કુદરતે, એ સ્વીકારતા શીખવી ગઈ,
એક ચકલી મને જીવન જીવતા શીખવી ગઈ🐥

🐥કઠિન મહેનત કરી એ ઉડવાનું શિખતી,
ઉંચાઈ ના ડર સામે આત્મવિશ્વાસ થી જીતતી
ખુદ પર પૂરો વિશ્વાસ રાખતા શીખવી ગઈ,
એક ચકલી 🐥મને જીવન જીવતા શીખવી ગઈ🐥

🐥સમજાયું એટલું કે ઉંચાઈ એ પહોંચવા ખુદ ઉડવું પડે, 🐥
પાંજરે થી નીકળી
પાંખો ને વિસ્તરવું પડે
ગમે એ પરિસ્થિતિ માં પણ હસતા શીખવી ગઈ,
એક ચકલી મને જીવન જીવતા શીખવી ગઈ🐥

Gujarati Blog by Kavita Gandhi : 111409493
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now