જેને શિયાળા ની સવાર માં
ખજૂર અને ઘી ખાવા જોઈએ.
એ અમે ગામડા ના લોકો...
વાડિયે ના જઈએ તો દિવસ ના થાય.
અને ચોક માં ના બેસીયે રાત ના થાય.
એ અમે ગામડા ના લોકો...
જે સવાર માં શિરામણ બપોરે ભાત અને સાંજે વારુ કહે.
એ અમે ગામડા ના લોકો...
જેને પીઝા બર્ગર કે સેન્ડવીચ નહિ.
પરંતુ વાડિયે બે ત્રણ દિવસે...
ભજીયા ખાવા તો જોઈએ જ..
એ અમે ગામડા ના લોકો...
જેને ગાર્ડન માં ફરવા નહિ.
પરંતુ સાંજે મોડે સુધી મિત્રો સાથે,
બાંકડે અને દુકાને બેસવા જોયે જ..
એ અમે ગામડા ના લોકો...
#સાહિલ કુંભાણી✍️