ચાંદ છે આખો આજે, વાત અધૂરી તારી,
વાતને પુરી કરી દે...
સપના જે જોયા થોડા સાચા ને થોડા ખોટા,
સપના તું પૂરા કરી દે..
.
અજવાળી રાત છે, તું મારી પાસ છે,
દલડું પણ સાથ છે, પ્રેમની વાત છે,
આંખોથી વાત કહિજા...
તું મારી સાથ રહિજા...
શબ્દો વગરની વાત છે જે કેમ કહું તુજને,
સમજ્યો નાં હું વાત ને. જે કેમ કહું તુજને.
આંખોથી વાંચી લેજે, કહુનાં સમજી લેજે,
વાત જે દિલમાં છે...
વાત એ તારી મારી, ખાટી ને થોડી મીઠી,
વાતને સમજી લેજે...
મીઠી આં રાત છે, તારાઓ સાથ છે,
આંખોમાં પ્રીત છે, હાથોમાં હાથ છે,
હાથ તું મારો થાંભિજા...
તું મારી સાથ રહીજા..