"કરી તો જુઓ"
અરે ઓ! અજ્ઞાનમાં આળોટનારાઓ,
દીકરીઓને સૌ કોઈ દોરે..
કયારેક દીકરાઓને દોરી તો જુઓ!
સંકુચિત દ્રષ્ટિથી સૌ કોઈ સોહાય છે,
કયારેક વિશાળતા અપનાવી તો જુઓ!
સમાજના ઓ સુધરેલા માનવીઓ..
શરમ અનુભવે પોતાની સંસ્કૃતિથી,
વિદેશનો વેચેલો માલ લેનારાઓ..
કયારેક દેશી માલ અજમાવી તો જુઓ!
પીઝા મંચુરિયન ઈડલી ખાનારાઓ,
કયારેક માં નો રોટલો ચાખી તો જુઓ!
અંગ્રેજીના અસ્તિત્વમાં જીવનારા..
અરે ઓ મારા દેશબંધુઓ,
કયારેક માતૃભાષા ને માણી તો જુઓ!
પોશાકથી શા માટે પુજો છો દરેકને,
કોઈક ના મન ની મીઠાશ ને મહાલી તો જુઓ!
અમીરો મસ્ત છે પોતાની મિજબાનીમાં,
કયારેક ગરીબોના ગરબા રમી તો જુઓ!
અમને પોતાનું કહયું કરાવનારા
હે પરમાત્મા!!
કયારેક અમારું કહયું કરીને તો જો!!!
"jigs" The Rajadi girl
17/3/2015 Tuesday
Time-7:46 pm