તને હું ચાહું અકારણ;
તને હું સ્મરું અકારણ;
પ્રેમ સંબંધિત લાગણીને વાચા આપું અકારણ.
નહિ પૂછું,તું મને પ્રેમ કરે છે કે નહિ;
નહિ પૂછું,તું મને યાદ કરે છે કે નહિ;
કેમકે હું તને ચાહું અકારણ.
ભલે તું કરે મારી ઉપેક્ષા,
મને નથી તારી પાસે કોઈ અપેક્ષા;
કેમકે હું તને ચાહું અકારણ.
નથી કોઈ ફરિયાદ,
ફક્ત કરવો છે તને યાદ;
કેમકે હું તને ચાહું અકારણ.
તું ભલે ન ચાહે મને,
પણ તું મારા પ્રેમ પર પ્રશ્ન કરે , એ અધિકાર નથી તને;
કેમકે હું તને ચાહું અકારણ.
નથી કરવો કોઈ નશો મારે,
તારા પ્રેમનો નશો અખૂટ છે;
કેમકે હું તને ચાહું અકારણ.
નથી કરવી ઈશ્વરને પ્રાર્થના,
કે તને પામવા માટે આરાધના;
કેમકે નિમિકા તને ચાહે અકારણ.
નિમિકા.
#સંબંધિત