Gujarati Quote in Poem by Bhavna Jadav

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મચ્યો છે હાહાકાર ચોતરફ
જાગીને જોયું શુ થયું હશે?

ધરા ધ્રુજી કે થયો દુષ્કાળ
કે પછી થયું સુનામીનું જુવાળ

અરે.. ના ..ના.. આતો છે પરચો
અબોલ જીવની હાય કેરો અકળ

જે પાંજરે થી ભેદીને આવ્યો અહીં
નામ એનું રૂપાળું કોવિડ 19 સહી

થયો #જન્મ વાયરસ કોરોના નો
ને બન્યું માનવ નું સ્મશાન ધામ

આવશે નહીં કોઈ પણ સાથ
અંત અમયે ના અડશે હાથ

તરસી રહીશ તું જોવા ચહેરો
શબે રહેશે જડબેસલાક પહેરો

રહેશે નહીં ડીલે એક પણ કપડાં
રહેશે સહુ કોઈ તુજ થી અટડા

મળ્યા જે હાથ મિલાવી ને સર્વ
એ થાય કાળ નો શિકાર એ મર્મ

થશે ધરતી પર તાંડવઃ નો તાલ
ને મોટા માથા પણ થશે કંગાલ

કરમ નહીં છોડે કોઈને હયાત
બનશે અધિક જાણે જીવપ્રપાત

તું ભજ હરે રામ હરી નામ
ચીંધીશે એ જ રાહ અનામ

ભક્તિ ને મારગ જીવ લાગશે
ત્યારે જ કોરોનાની કેડ ભાગશે
ભાવના જાદવ (ભાવું)

Gujarati Poem by Bhavna Jadav : 111409086
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now