લંડનમાં રોયલ ફ્રી યુનીવર્સીટી હોસ્પીટલમાં આઇ સી યું માં નર્સીગના વડા તરીકે કામ કરનાર ભારતમાં જન્મેલ નામે જોનિતા નિતલા જે છેલ્લા સોળ વર્ષથી ત્યાં નર્સનું કામ કરેછે તેમનું મુખ્ય કામ વેન્ટીલેટર જોઇન્ટ કરવાનું તેમજ તેને ડિસકનેકટ કરવાનું છે.જે તેમની ફરજના એક ભાગરુપે આવતું હોયછે.આજે તે એક ખુલ્લા દિલે કોરોના મરીજ સાથે થયેલ અનુભવની વાતચીત કરેછે..
એપ્રીલના બીજા અઠવાડીએ સવારે તેમને આઇ સી યું ના મેડિકલ ટીમમાંથી એક મેસેજ આવ્યો કે આ રુમમાં રહેલ એક કોરોના દર્દીને આપવામાં આવેલ ઓકસીજન કીટ ડિસકનેકટ કરવાનીછે, જલદી રુમે પહોચો..દરદી પોતે એક નર્સછે તેમની ઉમર પચ્ચાસ વર્ષનીછે તે પોતે જાહેર આરોગ્ય ખાતામાં કામ કરતા હતા તેમને એક દિકરી પણ હતી માટે નર્સ નિતલાએ તેમની દિકરીને ફોન કરીને બધી માહિતી આપી દીધી કે તમારી મોમની તબિયતમાં કોઇ સુધારો થતો નથી માટે મેડિકલ ટીમે મને તેમનો ઓકસીજન સપ્લાય ડિસકનેકટ કરવાનું કહ્યુછે.
હાલ તેમને કોઇ પીડા નથી ને તે શાંત જણાઇ રહ્યા છે મે તેમને પુછયું કે તમારી કોઇ અંતિમ ઇચ્છા હોય તો જણાવો!
તો તેમને તમારી સાથે વિડીયો કોલ કરીને વાતચીત કરવી હતી પણ તે શકય નથી કારણકે આઇ સી યું માં વિડીયો કોલ કરવાની રજા હોતી નથી તેથી તેમની ઈચ્છા પુરી થાય તેમ નથી...દિકરીએ કંઇ પણ આગળ બોલતા પહેલા જ પોતે ફોન મુકી દીધો! પછી નિતલાએ પોતાની વાત આગળ વધારી, વોર્ડમાં કુલ આઠ દર્દીઓ હતા તે બધા ગંભીર હાલતમાં હતા મે બધા દર્દીના પલંગ પાસે રહેલા પરદા પાડી દીધા..એલાર્મ બંધ કર્યા..ત્યાં આસપાસ ઉભેલી મેડિકલ ટીમ પણ સ્થીર થઇ ગઇ સાથે તેમની વચ્ચે થતી વાતચીત પણ થોડોક સમય બંધ થઈ ગઇ..દર્દીની બીજી ઈચ્છા પ્રમાણે નિતલાએ કોમ્પ્યુટરમાંથી થોડુક વિડીઓ મ્યુઝીક ચાલુ કર્યુ પછી પંખો બંધ કરી દીધો..
નિતલા દરદીનો હાથ પકડીને તેના મુર્તયુ સુધી ખાટલે બેસી રહ્યા..
ત્યારબાદ અંતે નિતલાએ પોતાના કઠણ કલેજે દર્દીનું વેન્ટીલેટર પણ બંધ કરી દીધું વેન્ટીલેટર ઉપર ઝબકતી લાઇટ ધીમે ધીમે ડીમ થતી ગઇ, ર્હદયના ધબકારા ધીમે ધીમે ઝીરો ઉપર પહોચી રહ્યા હતા ને છેલ્લે કોમ્પ્યુટરના સ્કીન ઉપર માત્ર એક સીધી લાઇન દેખાયછે ને બસ પાંચ મિનિટમાં દર્દી નર્સનું મોત થઇ જાયછે.
"વેન્ટીલેટર કેટલો સમય રાખવું ને તે કયારે કાઢી નાખવું તે દરેક નિર્ણય મેડિકલ સ્ટાફ દર્દીની ઉંમર, તેની બિમારી, તેનો રિપોર્ટ, અને દર્દી સાજો થશે કે નહીં તે દરેક પાસા ચેક કર્યા પછી જ નિર્ણય લેતી હોયછે".