Gujarati Quote in Shayri by Pravin..

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી ચાહત પર તુ ખોટો શક ન કર.
મારી વફાદારી નો કલંકીત મંયક ન કર.

દિલ નો મરીઝ છુ, જરા જાણ કરતી જા,
ઓચીંતી આવી ને દિલ ધક ધક ન કર.

મજાનો સંબધ છે, પ્યારી બે વાત કર ને,
આમ તકરાર કરી, ખોટી ચકમક ન કર.

આના કરતા સારુ જો તુ અશ્રુ વહાવી દે,
ઉદાસી પર ખુશી ની ખોટી ચમક ન કર.

ઉગશે તો ફુલ, કઈ સિતારા નહી ચમકે,
તને મળી છે ધરા એને તુ ફલક ન કર.

સમજનારા સમજી જશે "લિખિયા" તુજ ને,
એક વાત મનાવા આટલુ બકબક ન કર.

લી. જય લિખિયા
24/4/2020
નવસારી

Gujarati Shayri by Pravin.. : 111408964
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now