#સંબંધિત
તમને તો ખબર છે ને કલ્પેશ ભાઈ, શહેરમાં હોટલના વ્યવસાયમાં અશેષના પપ્પાનું બહુ મોટું નામ
છે. વળી અશેષ પણ વિદેશમાં ભણ્યો છે અને હવે પપ્પાની સાથે હોટલ ના વ્યવસાયમાં ઝંપલાવવા માંગે છે. એટલે અમારે તો અમારા ઘર જેવુ ઘર અને અશેષ ની સાથે ખભે ખભા મિલાવીને ચાલી શકે એવી છોકરી જોઈએ છે. અરે હા, હું તો વાતમાં ને વાતમાં ભૂલી જ ગઈ, તમે કંઈ તમારી દિકરી સંબંધિત વાત કરવાના હતા ? કંઈ પણ કામ હોય તો નિં : સંકોચ કહેજો. તમને તો ખબર છે ને, કવિષા ને અમે ક્યારેય પારકી માની જ નથી. " મોડુ થાય છે, ફરી ક્યારેક, " કહીને કલ્પેશભાઈ એ ચાલતી પકડી.