નીકળે જયારે ચર્ચા એના સંબંધિત
થઇ જાય આ માહોલ અતિ આનંદિત
ચારે તરફ ખુશ્બુ મધમાતી પુલકિત
યાદોનો મેળાવડો જામે અલૌકિક
આભની અટારીયે આંખો તોળાતી
ચંદ્રમાની શીતળતા એવી અનુભવાતી
ઉપસ્થિતિ તારી હરતરફ પરખાતી
વાસંતી વાયરા સમ મીઠી મધમાતી
નીકળે જયારે ચર્ચા એના સંબંધિત.............
#સંબંધિત