Gujarati Quote in Thought by Mansi Parmar

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Parmaansiii_004

આગમન કર્યું એ અણધાર્યું,
જાણે શાંત જળે વમળ સવારી હોય...

તરંગ ઉપજ્યા, વ્યાપી અશાંતિ,
જાણે કુદરત વર્ષોથી પ્યાસી હોય...

સ્પર્શ જ બન્યો શત્રુ પ્રકોપી,
જાણે મૃત્યુના તાળાની ચાવી હોય...

ડોકટર એ થામી દોર જીવનની,
જાણે યમ ને ચુનૌતી આપી હોય...

પોલીસ છે સૈનિક બાહુબલી,
જાણે વધતી અરાજકતા નાથી હોય...

શા કાજે તું ઘમંડ કરે માનવ,
જાણે સૃષ્ટિ સઘળી તારી હોય...

ના સમજે તો ખૂબ ગુમાવશે,
જાણે પ્રકૃતિનો હિસાબ બાકી હોય...!

#corona

Gujarati Thought by Mansi Parmar : 111408340
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now