આપણે બધુ જ જાણતા હોઇએ છીએ,બધુ જ સમજતા પણ હોઈએ છીએ અને બધુ જ ખબર પણ હોય જ છે કયા શું થઇ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે, શા માટે થઇ રહ્યું છે, અને આ બધું જ થવા પાછળ ના પરિણામ ની પણ સારી રીતે ખબર હોય જ છે, પહેલા થી તેમ છતાં પણ આપણે કઇ જ પણ કરી શકતા નથી, ત્યારે ના રહેવાય, ના સહેવાય કે ના કોઈ ને પણ કહેવાય એવા સમય, સંજોગ અને પરિસ્થિતિ નું નિર્માણ થાય છે ત્યારે આપણે માત્ર ને માત્ર આ બધું અનુભવી જ શકીએ છીએ
આવું કેમ?
આવું શા માટે?
આવું થવા પાછળ નું કારણ શું?
આ એવી તો કેવી મજબુરી,
આ એવી તો કેવી લાચારી કે આપણે કઇ જ મતલબ કઇ જ ના કરી શકીએ
અને આ એવો તે કેવો અનુભવ છે જે
બસ, માત્ર ને માત્ર અનુભવી જ શકીએ છીએ અને
એના થી પરે જઇ ને પણ આપણે કઇ કરવા માંગતા હોય તેમ છતાં પણ કઇ જ મતલબ કઇ પણ કરી ના જ ના શકીએ,
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ