હુ મને શોધુ છું
પુત્રી માંથી બનેલી પુત્રવધૂ ની સફર માં,
ઘણુ બધુ બદલાય ગયું.
ઘણા સંબંધો સાથે,
હુ પણ બદલાય ગઈ????
આંખ તો હજી અે જ છે..!
પણ મારા સ્વપ્ન કયાં????
પગ પણ મારા અે જ છે...!
પણ એ હરણફાળ દોડ કયાં??
હોઠ પર સ્મિત તો છે...?
મારુ મુક્ત મન નુ હાસ્ય કયા?
મારા માથે આભ તો એ જ છે...!
પણ મારી ઇચ્છા ની પાંખો કયા?
આમ તો સમય નો તોટો નથી ...!
પણ મારી મનગમતી પળો કયા?
પૂરા ઘર ને ખુશ રાખી લવ છું..!
મારા હાસ્ય ની છોળો કયા???
આમ તો મને કહ્યાગરી દીકરી,
સાથે સંસ્કારી પુત્રવધૂ ની ઉપમા
અપાય છે....!
પણ આ બધા મા હુ કયા છું???
Nilam Vithlani