જન્મ એક અલોકિક
ને અદ્ભુત ઘટના હોય છે!
ફકત પ્રસૂતિ દ્વારા જન્મ લેતા
બાળક ની વાત નથી!
કવિ ને સ્ફૂર્તિ કોઈ પંક્તિ નો જન્મ!
લેખક ને મનમાં જન્મેલ વાર્તા નો પ્લોટ!
વેજ્ઞાનિક ને નવી શોધ નો
જન્મે એક વિચાર!
જન્મ શબ્દ અનેક એક
વસ્તુ , વાત , પ્રસંગ
સાથે જોડાયેલ છે.
એક અજાણી છોકરી
ને એક અજાણ્યો છોકરો
મળે ને જન્મે એક સંબંધ!
સંબંધો પણ જન્મ મરણ
પામતા હોય છે ને?
હર ક્ષણે જન્મે છે સમય
મરવા માટે અનિલ,
આજ ગઇકાલ બની
મરતી રહે છે!
#જન્મ