ઋણ ન ચૂકવી શકુ મારા જન્મથી થતી વેદનાનું 'મા'.
ઋણ ન ચૂકવી શકુ તારા અગાધ પ્રેમનું 'મા'.
ઋણ ન ચૂકવી શકુ તારા સિંચાયેલ સંસ્કારોનું 'મા'.
તારા થકી તો હું છું આ ઉંબરે.
મુજ કેડી એથી સંભારું છું તને 'મા'.
એક અવસર દે મને તારું ઋણ ચૂકવવા 'મા'.
દોડી આવીશ એક ઈશારો તું કર,'મા'