જીવનમાં ધરમૂળથી ફેરફાર લાવે છે પુસ્તક.
જીવનમાં જીવવાની દિશા બતાવે છે પુસ્તક.
આખરે વાચન એવા વિચારો હોય છે સૌના,
સત્ય અને તથ્યનો ભેદ સમજાવે છે પુસ્તક.
અક્ષરથી શબ્દબ્રહ્મ થૈ વર્તને વસી જનારો,
આફતે જીવનમાં સાથ નિભાવે છે પુસ્તક.
રહે મૂક તોય કેટકેટલું એ કહી જનાર છે ને,
ચારિત્ર્ય નિર્માણ કરીને દીપાવે છે પુસ્તક.
સારાં પુસ્તકો મસ્તક સમું સ્થાન ધરાવે છે,
મનોરંજનને મજબૂતાઈ અપાવે છે પુસ્તક.
ચૈતન્ય જોષી. ' દીપક '