એ હિંદભૂમી,તું જન્મભૂમિ;
તું જ કર્મભૂમિ.
તારી કુખે જન્મ્યા મીરા, કબીર, નરસૈંયો;
તારી કુખે જ જન્મ્યો તાનસેન જેવો ગવૈયો.
લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે જેવા થઈ ગયા બહાદુર;
વીર સાવરકર,આઝાદ જેવાને મોત નો નહીં ડર.
અહી થઈ ગયા ભગત, લાલ, બાલ અને પાલ;
જેમણે કરી અંગ્રેજોની દશા બેહાલ.
વીર શંભાજી,તાન્હાજી,અને વીર શિવાજી;
જેમની માતા જીજા સતી અને પિતા શાહજી.
કેટલા ગણાવા બહાદુરો,અને કેટલા ગણાવા શૂરવીરો:
જેમણે આપ્યાં જન્મભૂમિ માટે બલિદાનો.
આ વીરોની ભૂમિને નિમિકાના દીલથી વંદન;
આ મારી જન્મદાત્રીને શીશ ઝુકાવી કરું નમન.
નિમિકા.
#જન્મ