જન્મ મલ્યો છે તો કંઇક કરીને જઇશ
મોટા મોટા બંગલા ન બનાવું તો કઇ નહિ
નિવાસ્થાન ને ધર બનાવતો જઇશ
અમેરિકા લંડન ન જઇ શક્યો તો કઇ નહિ
જયાં હોઇશ ત્યા પળે પળે આનંદ થી જીવતો જઇશ
જન્મ મલ્યો છે તો કઇક કરતો જઇશ
પહાડ પરથી કુદકા ન મારી શકયો તો કઇ નહિ
પણ ખુમારી થી નિડરતા થી હરેક ડગલાં ભરતો જઇશ
ખુબ મોટા દાન ન કરી શક્યો તો કઇ નહિ
આત્મજનો ના આંસુ લૂછતો જઇશ
જન્મ મલ્યો છે તો કંઇક કરતો જઇશ
ભગવાન તુ મને ન મલ્યો તો કઇ નહિ
પળે પળે ઉત્સાહ થી જીવતો જઇશ
તુ મને મલી નહિ તો કઇ નહિ
પણ તને સુખી જોઇ આનંદ થી જીવતો જઇશ
જન્મ મલ્યો છે તો કંઇક કરતો જઇશ
કંઇક કરતો જઇશ