*સ્પૃહા*
*(પ્રબળ ઈચ્છા કે આકાંક્ષા)*
🕎🕎🕎🕎🕎
મળ્યો મનુષ્ય દેહ
તો થોડી મોક્ષની સ્પૃહા કરી
લેજો,
હળાહળ કળીયુગમાં મૃત્યુ પછીના જીવનની થોડી
તૈયારી કરી લેજો....!
વધતી વયની સાથે અખંડ યૌવનની જીજીવીશા નકામી,
રોજબરોજની જીંદગીમાં થોડી
મોજેમોજ કરી લેજો....!
ખોટા માન સન્માનમાં નર્યો દંભ કરવો પડ્યો,
જેટલું જીવાય એટલું
થોડું વાસ્તવિક થઈને
જીવી લેજો....!
ક્રોધ,લોભ,મોહ,
માયા...
જીવનના બધા રંગ જોઈ લીધા,
લોભના મોહમાંથી જ સ્પૃહાની વ્યુત્પતિ ...
જીવનનો એ સાર જાણી લીધો....!
મોહ, માયા તો સ્પૃહાના માનીતા અંગો, તો
ક્રોધને જાકારો આપીને થોડો નક્કર પ્રેમ
વહોરી લેજો...!
ક્યાં રહ્યા હવે પહેલા જેવા સંબંધો,
જે રહ્યા છે ને એમાં થોડી ઈમાનદારી ભરી દેજો....!
⚜️☣️⚜️☣️⚜️
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*