Gujarati Quote in Blog by Komal Mehta

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સવાલો ?

આપણાં જીવન માં પણ એવા ઘણા બધાં સવાલો હોય છે. જેનાં જવાબો આપણાં પાસે હોય તો છે, પરંતુ એ જવાબો નો સ્વિકાર આપણે ક્યાં કરી શકીએ છે. અને જ્યારે આવા જવાબો નો આપણે અસ્વીકાર કરીએ છે. ત્યારે પરિસ્થી આપણાં હાથ માં રહેતી નથી.

આપણાં જીવન માં જેટલાં સવાલો હોય છે, એ સવાલો ક્યાંક ને ક્યાંક વ્યર્થ હોય છે..કારણકે વિતી ગયેલાં સમય ની સાથે જોડાયેલાં સવાલો જ્યારે તમે સતત વર્તમાન માં કરવાં લાગો છો, ત્યારે તમે જીવન માં ખૂશ રહી નથી શકતાં.

આપણાં જીવન માં બને એવું કે અમુક સવાલો ફક્ત સવાલ બની ને રહી જાય ત્યારે તમે શું કરશો? સતત એ સવાલો નું મંથન કરશો.હા કદાચ આપણે બધાં એવીજ રીતે વર્તન કરે છે. જીવન માં અમુક સવાલો ને ફક્ત ભૂલી જવાના હોય છે. અને જો એ સવાલો ભૂલી નાં શકો તો એ સવાલો સાથે જીવન માં જીવતાં શિખી જાઓ. અને એ પણ નાં થઈ શકે તો એ સવાલ પૂછી લો, પછી ભલે ખબર હોય જવાબ શું હશે અને જવાબ મળશે કે પછી નહિ પણ મળે.

સમજવાની વસ્તું એ છે, આપણાં જીવન નાં સવાલો એમજ નથી ઉત્પન્ન થતાં. આપણે જાતે હક અપાઈએ છે લોકો ને કે એ આપણા જીવન માં અમુક પ્રકાર ના સવાલો મૂકી જાય. અને એવા સવાલો જેના જવાબો આપણે જાણતાં હોય છે, એ સવાલો કદાચ આપણને વધારે લાગે છે. અમુક લોકો ને તો ભૂલતાં આવડતું જ નથી.

જીવન માં આપણે શું યાદ રાખવું જોઈએ, એ આપણે ક્યારે યાદ નથી રાખતાં, જે વસ્તું ને ભૂલવાનું હોય છે એનું સતત આપણે મંથન કર્યા કરીએ છે. અને જ્યાં ક્ષમાં કરવાની હોય છે, ત્યાં આપણે ક્ષામાં નથી કરી શકતાં. અને આ બધી વસ્તું આપણને બીજા પાસેથી જોવે છે. તો એની શરૂવાત આપણે આપણાં પાસેથી કરવી જોઈએ.

અમુક લોકો તો એટલાં હદ સુધી વિચારોના વેગે ચડી ગયા હોય છે કે એની કોઈ હદ હોતી નથી.અને અમુક લોકો આવી સ્થિતિમાં એટલાં હદ સુધી ફસાઈ જાય છે કે તેઓ ડિપ્રેશન નાં શિકાર બની જતાં હોય છે.માટે નાની વાત હોય કે પછી મોટી પણ જો આપણાં હિત માં એણે ભૂલવું જરૂરી હોય તો આપણે ભૂલી જવું જોઈએ.

#પુછવું .

Gujarati Blog by Komal Mehta : 111407124
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now