અંત તરફ દોટ આંધળી
મૂકી હતી આ દુનિયાએ
એના અંતને ઠેલવવા
આ *વિરામ જરૂરી હતો*.
શોખીન તો હતાં બધા
પણ શોખ ભૂલી ગયા,
એ શોખ પાછાં કેળવવા
આ *વિરામ જરુરી હતો*.
લોકોએ પક્ષ બદલ્યો,
પક્ષોએ સરકાર બદલી
રૂંધાતી લોકશાહી માટે
આ *વિરામ જરૂરી હતો*._
રચ્યા કુદરતે દૃશ્યો ઘણા,
ઘણા રંગો વિખેર્યા_
કુદરતના એ રૂપને માણવા
આ *વિરામ જરૂરી હતો*.
ઈન્ટરનેટ થકી વિશ્વ થયું નાનું,
અંતર થયું ખતમ
મિથ્યા એ તોડવા
આ *વિરામ જરૂરી હતો*..
નવા સંબંધો બહુ બાંધ્યા,
જૂના ટકાવી ના શક્યા,
એ સંબંધો તાજા કરવા
આ *વિરામ જરૂરી હતો*.
કમાયા થોડું અને વાપર્યું
ઘણું દેખાદેખીમાં,
હિસાબ એનો મેળવવા
આ *વિરામ જરૂરી હતો*.
એકબીજાને સમજાવ્યા સહુએ,
ખુદને સમજ્યા નહિ
એ સમજદારી કેળવવાં
આ *વિરામ જરૂરી હતો*.
ઓળખાણો નવી વિકસાવી
ઘણી અને વાપરી પણ,
*ખુદની ખુદથી ઓળખાણ માટે*
*આ વિરામ જરૂરી હતો.*