Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

❤️મારી મસ્ત ડ્રિમ ગર્લ પાર્ટ -5❤️

"હું મહેનત વગર કઈ ખાતો નથી, પહેલા તમારા શૂઝ સાફ કરું પછી જ તમારી જોડે નાસ્તો કરીશ"
બાળક ની ખુદારી જોઈ ગર્લને પણ એ બાળક પર અભિમાન થયું. કેવી નાની ઉંમરે અને એવી સમજણ છે. કાસ ભારતના બધા લોકો આવું વિચારી શકતા હોય તો કોઈ બાળકને આમ મજૂરી ન કરવી પડેત.
છોકરો પોતાના કપડાં પર હાથ ફેરવી ધૂળ ખંખેરી ઉભો થયો અને છોકરી પાછળ ચાલવા લાગ્યો ધીરે ધોરે.
"અરે પાછળ કેમ ચાલે છે મારી જોડે જ ચાલ ને એમાં શું શરમ હોઈ, આપણે ફ્રેન્ડ છીએ."
છોકરો કચવાતા મને છોકરીની બાજુમાં ચાલવા લાગ્યો. છોકરીએ દીપકના ખંભે હાથ રાખ્યો અને ચાલવા લાગ્યા બને સાથે.
વિસના ફાફડા અને ત્રીસની જલેબી આપો, એવું કહી છોકરી ખુરશી પર બેઠી, પણ છોકરો ઉભો રહ્યો, આ જોઈ છોકરી બોલી
"સ્વીટ હાર્ટ બેસને ચાલ સામેની ખુરશી પર બેસી જા"
છોકરો નર્વસ થઈને બેસવા લાગ્યો ત્યાં જ હોટેલનો માલિક આવ્યો
"તને ખબર નથી પડતી, અહીં મેડમ છે અને આવી જાવ છો સવાર સવારમાં ભીખ માંગવા, કોઈ આમિર માણસ જોયો નથી કે પોતાના રોદણાં રોવાનું ચાલુ કર્યું નથી. નીકળ અહીંથી, સવારમાં ક્યાંથી ચાલ્યા આવે છે..."
આટલું સાંભળતા જ છોકરીનો મગજ ફાટી નીકળ્યો,
"અબે ચુતિયા, એ તારી પાસે ભીખ માંગવા નથી આવ્યો સમજ્યો, મારી જોડે આવ્યો છે અને મારો મિત્ર છે, તારે તારા પૈસા થી કામ રાખવું અને તને મજા ન આવતી હોય તો દુકાન બંધ કરી નાખ, બાકી આવી રીતે વાત ન કરવી મધરફકર..."
"અરે મેડમ આવા રોજ અહીં આવતા હોય છે આવાથી દૂર જ રહેવાય, આજે તમે અહીં નાસ્તો કરવા લાવ્યા, કાલે તમે ઘરે લઈ જશો, પછી પોતાની અસલી ઔકાત આ લોકો બતાવે છે."
એ તારે નથી જોવાનું મારે શું કરવું એ બરોબર છે. તારે પૈસાથી મતલબ રાખવો, એ તારું મફતનું ખાવા નથી આવ્યો."
"સોરી મેડમ જેવી તમારી ઈચ્છા, ઓયે મેડમને એમના ઓડર પ્રમાણે આપી દે"
આટલું કહી ચડેલ મોઢે એ માણસ પોતાના કાઉન્ટર પર જતો રહ્યો. છોકરી પણ દિપકને ખુરશી પર બેસવા કહ્યું. દિપક પણ અચકાતા અચકાતા બોલ્યો,
"મેડમ તમે તારી માટે એ માણસ જોડે ઝઘડો કરી લીધો. મારે તો આવું સાંભળવાની આદત છે. એટલે હું આવા લોકો સામે જોતો પણ નથી."
"જો સ્વીટ હાર્ટ તું મને મેડમ ન કહે મારુ નામ નિકિતા છે, તું મારા નામથી બોલાવે અથવા તને જે મજા આવે એ કહી ને બોલાવે પણ મેડમ કે મેમ ન કહેતો. મને સારું નથી લાગતું."
"સારું નહિ કહું, પણ તમે આ ઝઘડો મારી માટે ખોટો કર્યો"
"અરે એમાં ખોટું શું છે, એ માણસે તારી માટે આ શબ્દ યુઝ કર્યા એટલે મારાથી સહન ન થયું."

(ક્રમશઃ)

✍️મનોજ સંતોકી માનસ✍️

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111407014
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now