. *સ્પૃહા*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*પ્રાથના*
શબ્દોને ખાલી એટલા જ આપજો !
સામે વાળાને ખરાબ કરવાની સ્પૃહા ના રહે.
વહેવાર ખાલી એવો જ કરજો !
અંદરના ભાવમાં ખોટું કરવાની સ્પૃહા ના રહે.
સંકટો ભગવંત, ખાલી એટલા જ આપજો !
તમારી શ્રદ્ધા મૂકવાની ક્યારેય સ્પૃહા ના રહે.
વ્યક્તિત્વ પણ ખાલી એવું આપજો,
દુઃખી ચહેરાને જોઈ,સારું કરવાની સ્પૃહા રહે.
ભલે અમે નીડર હોઈએ ભગવાન !
પણ કોઈને લૂંટવાની સ્પૃહા આ મનમાં ના રહે.
કોરે રસ્તે હાથ અમારો તમે પણ પકડી લેજો !
ક્યાંક અમને, એકલા ચાલવાની સ્પૃહા ના પડે.
મનપસંદ ના આપો તો કઈ નહિ !
તમારા આશીર્વાદની સ્પૃહા હમેશા રહે.
સન્માનની પ્રાપ્તિ ખાલી એટલી જ કરાવજો !
ક્યાંક અભિમાની બની તમારી શ્રદ્ધાની સ્પૃહા ના રહે.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*ધવલ રાવલ*
*TRUST ON GOD*