ચાલ ને ગુલાબી, ચપટીક ચાળો કરી લઉં !!
તારા હૈયામાં લાવ, સ્હેજ માળો કરી લઉં ....!!
શેતુર ગુંથી રહ્યો છે જો રેશમી તાંતણે તુજને ;
સૂકું - લીલું લાવી સાચવે અમ સહુને ,
લાવને, તારોય ધબકારો જરાક મારો કરી લઉં !!
પાદરની પડખે ફરફડે જો, જરા લજામણી ,
તારા સંગાથની માત્ર, કરે એ માંગણી ;
લાવને ,જન્મારે લગરીક સથવારો તારો કરી લઉં !!
ચાલ ને ગુલાબી, ચપટીક ચાળો કરી લઉં !!
તારા હૈયામાં લાવ, સ્હેજ માળો કરી લઉં ....!!
કૃતિ રાવલ