કરવી નહિ મિત્રતા ઓલા મૂર્ખ સાથે
તારસે નઈ તુજ ને પણ ડુબાડસે હાથે
મળે જો મિત્ર સારો તો સુધારે તારા હજારો કામ
મૂર્ખ થી થતા નાતો જીવતે જીવ મોત નું મુકામ
ખ઼ુદા ભલે એક આપજે પણ દેજે દોસ્ત મજાનો
સંકોચ વગર ખોલી શકું મનની મુંજવણનો ખજાનો
એક મિત્ર એવો જે મળતા ખીલી ઉઠે જીવન બાગ
મળે જો મૂર્ખ તોતો માનવી તારા વાવેલામાં લગાડે આગ
માણસ માણસને સમજી ન શકે તો જીવન માં ધૂળ પડી
મૂર્ખ કરતા એકલા ભલા,છે શક્તિ ઘણી લેજે તું જાતે લડી
jigna.r.rabari