#તેજસ્વી
હજી પણ યાદ આવે છે બાળપણ મુજને મારુ,
આપણી વચ્ચે જે વ્હેતુ'તુ એ મમતા નુ ઝરણું.
હજી પણ યાદ આવે છે એ આભલુ ચમક્'તું,
આપણે કેવા તેજસ્વી ચાંદરડા પાડી ચીડવ'તા.
હજી પણ યાદ આવે છે એ તળાવ ગામનુ જેમા,
ભર બપોરે હજારો તેજસ્વી સુર્ય એમાં જબક'તા.
હજી પણ યાદ આવે છે વરસાદ ના દિવસો જેમા,
આપણે કેવા ટોળે વળી ન્હાતા એ ધમાલ મસ્તી કર'તા.
હજી પણ યાદ આવે છે એ ઝબુક'તા દીવડા ઓ,
એ ઝળહળ'તા ફાનસ, કેવા પડછાયા પડી સાથે રમ'તા.
હજી પણ યાદ આવે છે 'હિરેન'એ શીતળ ચાંદની માં,
એ તેજસ્વી તારલાના સ્વપનમાં પણ સાથે કેવા મ્હાલ'તા.