તેજસ્વી હોવું એટલે...
શાક ને બદલે હમણાં કઠોળથી ચલાવું છું
શું હું તેજસ્વી નથી ?
વારંવાર હાથ ને સાબુથી ધોઉં છું
શું હું તેજસ્વી નથી?
સમાચારોથી જરાય દૂર નથી જતી
શું હું તેજસ્વી નથી?
માસ્ક ને વસ્ત્ર સમજી પહેરું છું
શું હું તેજસ્વી નથી?
તબીબોની ની ચેતવણીને શબ્દશ:પાળુ છું
શું હું તેજસ્વી નથી ?
સજજડ ઘરમાં પૂરાઇને રહું છું
શું હું તેજસ્વી નથી?
હું મારામાં ખોવાવાની ને મને શોધવાની રમત રમું છું
શું હું તેજસ્વી નથી?
સર્વ ચેતનાઓથી જાગ્રત રહેવું શું એ જ........
-મનીષા
#તેજસ્વી