_અંત તરફ દોટ આંધળી મૂકી હતી આ દુનિયાએ_
_એના અંતને ઠેલવવા આ *વિરામ જરૂરી હતો*._
_શોખીન તો હતાં બધા પણ શોખ ભૂલી ગયા,_
_એ શોખ પાછાં કેળવવા આ *વિરામ જરુરી હતો*.._
_લોકોએ પક્ષ બદલ્યો,પક્ષોએ સરકાર બદલી_,
_રૂંધાતી લોકશાહી માટે આ *વિરામ જરૂરી હતો*._
_રચ્યા કુદરતે દૃશ્યો ઘણા, ઘણા રંગો વિખેર્યા_
_કુદરતના એ રૂપને માણવા આ *વિરામ જરૂરી હતો*.._
_ઈન્ટરનેટ થકી વિશ્વ થયું નાનું, અંતર થયું ખતમ_
_મિથ્યા એ તોડવા આ *વિરામ જરૂરી હતો*.._
_નવા સંબંધો બહુ બાંધ્યા,જૂના ટકાવી ના શક્યા,_
_એ સંબંધો તાજા કરવા આ *વિરામ જરૂરી હતો*.._
_કમાયા થોડું અને વાપર્યું ઘણું દેખાદેખીમાં,_
_હિસાબ એનો મેળવવા આ *વિરામ જરૂરી હતો*.._
_એકબીજાને સમજાવ્યા સહુએ, ખુદને સમજ્યા નહિ_
_એ સમજદારી કેળવવાં આ *વિરામ જરૂરી હતો*.._
_ઓળખાણો નવી વિકસાવી ઘણી અને વાપરી પણ,_
*_ખુદની ખુદથી ઓળખાણ માટે આ વિરામ જરૂરી હતો.._*