અંઘારૂ ઓઢી રાત ફરતી હતી.
ઝગમગતા તારાલા ની ઓઢણી ઓઢી.
જાણે પરોઢ ની વાટ જોતી હતી.
સવાર ના સોનેરી સુરજે કોર કાઢી અવનીએ સજ્યા જાણે સોળે શણગાર.
પંખી ના ગાને વધાવી
સવાર જાણે તેજસ્વીતા અપાર.
ફૂલની ફોરમ ને જોઈ જાણે ઝરણું દોડ્યું .
નદી ને સાગર નું થયું મિલન .
જંગલ ને ઝાડી હિલોળા ખાય .
વનના પશુડા જોવા જાય
લીલીછમ હરિયાળી માં ન્હાય.
કુદરત તારી શોભા જોઈ ને મનડું માનવ નું હરખાય..@