આંચળ
જ્યરે જ્યરે યાદ આવે મને, ખોળો પ્રેમાળ તારો;
ચૂમી લૌઉ છું હું, આદર અને પ્રેમપૂર્વક, સાડલો તારો
જ્યરે પણ મન થાય છે વિવ્હળ અને બેચેન મારું;
પ્રેમપૂર્વક ગળે લગાડી લૌઉ છું હું, આંચળ તારું
પહેલાં તો આવતી હતી ઍમાથી મહેક, ખુશ્બુ તારી;
જે તારી જેમ ઓઝળ થઈ ગઈ; બસ હવે છે તન્હાઈ મારી.
તારું આંચળ હવે રહ્યું નહિ તો ચૂમીને સાડલો તારો, જાણે સ્પર્શ કરું છું હું તને
જ્યરે ઉદાસી ઘેરી લે છે મને, તો આવી રીતે યાદ કરી લૌઉ છું હૂં તને.
થોડા સમય માટે, થોડી ક્ષણો માટે એહસાસ ભોગવી લૌઉ છું હું તારો.
ખુદને, આં વ્યાકુળ દિલને, ભ્રમ માં બાંધી લૌઉ છું હું; તને અને મને.
Armin Dutia Motashaw