Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

💗મારી મસ્ત ડ્રિમ ગર્લ - 4💗

                                      કુતૂહલથી જોતી છોકરી સિગારેટનો છેલ્લો કશ ખેંચી, સિગારેટની વધેલું ફિલ્ટર ઓલવી કચરા પેટીમાં નાખ્યું અને પોતાના પગ એ બાળક તરફ ઉપાડ્યા. છોકરા પાસે જાય એ પહેલાં જ છોકરાને કોઈ ધનવાન ગાળો આપે છે," સાચવવાની તેવડ ન હોઈ તો કેમ પેદા કર્યા એ જ ખબર નથી પડતી, સવાર સવારમાં આવી જાય છે ભિખારીની ઓલાદ મંદિર પાસે માંગવા, તમારા ડાચા જોઈ ને જ અમારા દિવસ ખરાબ જાય છે." આટલું કહી એ મંદિરના પગથિયાં ચડી ગયો.

                                     મારી ડ્રિમ ગર્લ છોકરા પાસે આવી ઉભી રહી, છોકરો ઉપર જોયા વગર જ બોલ્યો, "મેડમ પૉલિસ કરાવી લિયો, લાવો તમારા શૂઝને ગાભો મારી આપું આપ દર્શન કરી આવો.." ગર્લના ચહેરા પર હાસ્ય હતું, એનું કારણ એ જ કે એ પોતે ભગવાનને કેદ કરી મંદિરમાં બિરાજીત કરે એ બાબતમાં માનતી જ ન હતી.
"તારું નામ શું છે સ્વીટ હાર્ટ..?"
છોકરો તો જોતો જ રહ્યો, પોતાની નાની લાઈફમાં કોઈએ એને પ્રેમથી બોલાવ્યો છે, પહેલીવાર કોઈ ધનવાને એનું નામ પૂછ્યું અને એ પણ સ્વીટ હાર્ટ કહી.
"મેમ મારુ નામ તો દિપક છે પણ મંદિર ની બહાર જ્વલિત છું".
"ઓહ નાઇસ નેમ સ્વીટ હાર્ટ"
ફરી છોકરાના ચહેરા પર ચમક આવી, એ વિચાર કર્યા વગર જ બોલી ગયો "
તમે કોણ છે? મેં તમને પહેલીવાર જ અહીં જોયા અને એ પણ આ કપડામાં, ભગવાન પાસે આવા કપડાં પહેરાય ખરા?"
ગર્લ પણ એ બાળકની નિખાલસતા પર હસ્તી હતી, જે ભગવાનના પૂજારી કે ભક્તો આ બાળકને અંદર આવવા દેતા રોકી રહ્યા છે. જે ભગવાન રોજ રોજ બાળક મહેનત કરે છે છતાં ગાળો ખવડાવે છે એ ભગવાન પર આ નાના બાળકને માન કેટલું છું!
"આપણે નાસ્તો કરતા કરતા વાત કરીએ તો...?"
છોકરીએ બાળકને પ્રેમથી ઓફર કરી.
"અરે ના અત્યારે મારો ધંધાનો સમય છે મેમ, જો હું કામ નહીં કરું તો પૂરો દિવસ મારે ભૂખ્યું રહેવું પડશે, મને મહેનત વગર લોકો સામે હાથ ફેલાવતા અચરજ થાય છે"
છોકરો પોતાના સ્વાભિમાન સાથે એક જ શ્વાસે બોલી ગયો.
"અરે નાસ્તો હું કરાવું છું ચાલ, તારું પેટ ભરસે તો તું કામ કરી શકશે, ચાલ બાજુમાં જ મસ્ત મસ્ત ફાફડા અને જલેબી મળે છે. ખૂબ સ્વીટ અને ટેસ્ટી છે. ચાલ ને સ્વીટ હાર્ટ મજા આવશે"

(ક્રમશઃ)

✍️મનોજ સંતોકી માનસ✍️

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111406552
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now