"પહેલા થોડું જાંચ કબીરા
નકરું કાં તુ વાંચ કબીરા
કોઈનું ચી ચી કોઈનું કા કા
જેવી જેની ચાંચ કબીરા "
તેજસ્વિતા નુ પણ ક્યક આવું જ છે. તેજસ્વિતા ની વ્યાખ્યા કલ્પેલિ છે આપડે બધાએ. પોતાના કાર્ય મા અવલ નંબર લે એ તેજસ્વી બાકી બધા તો ક્ય કામના નથી એવું? વાત તો ચાચિ છે કે આટલી કોમ્પિટિશનમાં અવલ નંબર લાવે એ તેજસ્વી જરૂર ગણવો જ જોયે. પણ બાકી બધા ની પણ પોત પોતા ની તેજસ્વિતા હોય છે એ પણ ખરું જ છે ને. જો બીજા કોય લોકો કોમ્પિટિશનમાં ભાગ ના લે તો એ ભાઇ નો નંબર આવે ખરો? નહિ ને!
બધા પોત પોતા ના ફિલ્ડ માં તેજસ્વી તો હોવાના જ. ભણી ગણી ને પ્રથમ ક્રમે આવેલો ડૉક્ટર કે એંજિનિયર બનશે. તેમજ થોડા પાછળ રહી ગયેલા કોય કડિયા બનશે, કોય કુંભાર , કોય પોતા ના કૌશલ્ય થી ખેતર માં ધન પકાવસે, તો કોય પોતા નો બિઝનેસ કરી બતાવશે. આમ કોઈનું ચી ચી કોઈનું કા કા ની જેમ પોત પોતાનુ કાર્ય કર્તા જ રહેશે.
એટલે કોય એક ને તેજસ્વી ધારી લેવા વાળા ને પણ યાદ રાખવું જોયે કે પૃથ્વી પર વસતા હરેક માનવી ને પોત પોતા નુ પોતીકું અજવાળું પણ હોય છે.
#તેજસ્વી