સુભાષિત..
સુભાષિત અલ્પમાં ઘણું કહી જાય છે.હમણાં આ કઠિણ સમય માં આપણે રોજ એક સુભાષિતને મમળાવશું. મારી દ્રષ્ટિએ સુભાષિત એટલે સામાજીક વ્યવહારમાંથી મળેલી શીખ જે વાંચી માનવી પોતાના જીવનને સુષ્ઠ ભાષિતમ્ ના ગુણ માં પરોવે ને નાની કવિતા કે, સુભાષિતને મુક્તક, સૂક્તિ વગેરે નામોથી પણ ઓળખાય છે. આ સુભાષિતો સુચારુ અભિવ્યક્તિની દ્રષ્ટિએ મોતી જેવા હોય છે એટલે તેને મુક્તક પણ કહેવાય છે.હમણાં મુક્તક શબ્દ કર્ણ પર સંભળાવા લાગ્યો એટલે થયું કે વર્ષો પહેલા રચાયેલા આ *સુભાષિતો* ની માળા નું મોતી એક એક કરી મિત્રો સુધી પહોંચાડું..ને *સુપ્રભાત* ની પધ્ધતિમાં ફેરફાર લાવું.
*સુપ્રભાત*•
૧ )
વિપત પડે ના વલખીએ વલખ્યે વિપત ન જાય;
વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય.
આજે કાલે ને બીજા બે-ચાર મહિના આવેલી આ વિપત્તી કદાચ અણધારી છે,ન કલ્પેલી છે.દેશ વિદેશ સામે બિહામણી પરિસ્થિતિ છે.પણ વિધાતાના કે સર્જનહારના આ અણધાર્યા આફતોના સુનામીનો સામનો માનવ જીવોએ કરવો જ રહ્યો તો આ આવેલી વિપત્તીથી વલખા મારીએ તો શું તે જશે.?સરકાર તેની રીતે પગલાં લઈ રહી છે,મીડીયા તેની રીતે કામ કરી રહ્યું છે.તો આપણે કેમ હાથ પર હાથ મૂકી બેસી રહ્યા છીએ.
કદાચ વૃધ્ધો ને પ્રૌઢવયના લોકો કાંઈ ન પણ કરી સકે તો યુવાં વર્ગ કંઈકને કંઈક ઘરેથી ઉદ્યમ કરો..જાત જાતના પ્રયોગો બતાવાય રહ્યા છે તો ધરેલું માસ્ક બનાવો.આજુ બાજુ જો લોકો ન સમજતા હોય તો તેઓને સમજાવો.ફોન ને કોમ્પ્યૂટર દ્વારા તમારી આવડતથી કંઈને કંઈ ઉદ્યમને ફેલાવો.લખો ને લોકોને વાંચતા કરો.સંયમ રાખો ને ઘરનાં લોકોને મદદ રૂપ થાઓ.ઉદ્યમે જ આવેલી વિપત્તી દૂર કરી સકીશું..!ખોટા ઉધામાથી નહિ.
*કહેવાય છે કે સિધ્ધિ તેને જ વરે છે જે પરિશ્રમ કરી જીવે*
અહીં પણ વલખા મારવા કરતા ઉદ્યમ પર વધુ ભાર મૂક્યો છે.સૂતેલા સિંહના મોં માં શિકાર નથી આવતો તેણે શિકાર કરવાનો ઉદ્યમ તો કરવો જ પડે છે.
*કરો મુઠ્ઠી બંધ ને અર્પો સહધર્મીઓને સહૃદયતાનો સાથ*
© ℗®™
જયશ્રી પટેલ
૨૨/૪/૨૦૨૦