તેજબીજ તો પ્રત્યેક ઠેકાણે છે કારણ ઇશનિર્મિત પંચમહાભૂતોમાંથી જ પ્રત્યેક સર્જન થયું છે અને ઇશ્વર અને પંચમહાભૂતો તેજસ્વી છે પણ એ તેજબીજનો આવિર્ભાવ જ્યાં પ્રભાવી રૂપે પ્રગટ થાય ત્યાં તેજસ્વિતા દેખાય છે. જેમ સૂર્ય કરતાં અનેકગણા તેજસ્વી તારા ગગનમાં છે પણ આપણા માટે સૂર્ય સૌથી વધુ તેજસ્વી છે. એમ જ તેજબીજ પ્રત્યેક વ્યક્તિમાં પડેલું છે માત્ર તેને પાંગરવા સભાનતા અને યોગ્ય માવજત જરૂરી છે.
--વર્ષા શાહ
#તેજસ્વી