પરોઢિયે ...
કેસરિયા એ લીધું પરોઢ બાનમાં,
બાળસૂર્ય ની તેજસ્વી હૂંફે ઝૂમ્યો હું તાનમાં.
ઠંડી મધુર હવા થપાટે મને,
સંગાથ જાસૂદ - ચંપા નો એની કને.
દેવસ્થાન માં મધુરાષ્ટકમ ની હેલી,
હે ઈશ્વર ! સુગંધ - સંગીતની કેવી અદ્દભૂત જુગલબંદી મેલી!
.
.
✍🏾..પંકિલ દેસાઈ
#તેજસ્વી