#તેજસ્વી
અતિત કરતાં આધ્યા ખૂબ જ તેજસ્વી હતી. શહેર ની મોટી કોર્પોરેટ કંપની માં સારી પોસ્ટ ઉપર જોબ કરતી અને એનો પગાર પણ અતિત કરતા વધારે હતો. વળી ઘરકામમાં પણ એ નિપુણ હતી.જો કે આ બધી વાતનું એને જરાય ઘમંડ ન હતું. લગ્ન પછીના થોડા જ સમયમાં કુટુંબ માં એણે પોતાની અલગ છાપ છોડી હતી. પણ કોણ જાણે કેમ આ વાત અતિત ને મનોમન ડંખતી. ધીરે ધીરે ઘરમાં નાની નાની વાત પર ઝઘડા શરૂ થઈ ગયા. વાત આધ્યા ની મોડા આવવાની હોય કે પછી બીજી કોઈ . એક દિવસ તો અતિતે હદ જ કરી નાખી. આધ્યાની ઓફિસમાં જઈને ધમાલ કરી. હવે આધ્યાથી ન રહેવાયું. એ ઘર છોડીને ચાલી ગઈ. ક્યાંક અતિત હવે આધ્યાનો અતિત બનીને નહી રહી જાય ને ?