#તેજસ્વી
તેજસ્વીતા એનામાં સૂર્ય જેવી,
શીતળતા એનામાં ચંદ્ર જેવી,
ઘૂધવાટ એનામાં દરિયા જેવો,
સ્થિરતા એનામા સરિતા જેવી,
સુગંધ એનામાં ફૂલો જેવી,
ચંચળતા એનામાં હરણ જેવી,
પ્રકૃતિના બધાં જ ગુણ છે મારા મેહબુબમા
પણ પ્રેમ માટેનો જે સૌથી મોટો ગુણ છે
વફાદારીનો,,
જો એ ના હોય તો, બીજા ગુણ કોઈ કામનાં નથી.
તો પહેલાં વફાદાર બનો, વફાદારી નિભાવો.
બીજા ગુણ ઓછા વધતાં હશે તો પણ ચાલશે.
~~ તમન્ના ~~